ભારતની લોકશાહીનો મહાપર્વ આવી ચુટની ની સમાપ્તિ થઈ ચૂકી છે. હવે સરકારી નૌકરી ની તૈયારી કરતાં વિધ્યાર્થીઓ માટે મહાપર્વ એટ્લે કે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની શરૂઆત થઈ ચૂકી છે. ટૂક સમયમાં GPSC ,GSSSB , GPSSSBની વિવિધ પરીક્ષા લેવામાં આવશે . વિધ્યાર્થીઓ પરિક્ષાની તૈયારી કેટલા સમયથી કરી રહ્યા હશે, કોઈ 1 વર્ષથી કોઈ ૨ તો કોઈ ૪-૫ વર્ષથી તૈયારી કરતાં હશે. અને રાહ જોવા વાળા વિધ્યાર્થી હજુ પણ કોઈ સારા સમયની રાહ જોતાં હોય તો , તે સાચો સમય આજે જ અને હમણાં છે .

        કેમ સરખી ક્ષમતા ધરાવતા સરખી મહેનત કરતાં  કેટલા વિધ્યાર્થી એક કે બે વર્ષમાં પરીક્ષા પાસ કરી દે છે જ્યારે કેટલા વિધ્યાર્થી ૪ કે ૫ વર્ષથી હજી કોઈ સફળતા નથી. કેમ કેટલા વિધ્યાર્થી બધી પરીક્ષામાં માત્ર ૧૦ -૧૫ માર્કથી રહી જાય છે.? એક વર્ષ પહેલા આપેલી પરીક્ષામાં પણ ૧૦-૧૫ માર્કથી રહી ગયેલો વિધ્યાર્થી એક વર્ષની તૈયારી પછી પણ એટલાજ માર્કથી રહી જાય છે. આનો મતલબ આવો થયો કે એક વર્ષની કુલ તૈયારી શૂન્ય . આવું કેમ વારંવાર થાય છે ?

        કોઈ SCIENCE નો વિધ્યાર્થી છે , GSSSB ની કોઈ પરીક્ષા માટે તૈયારી કરી રહ્યો છે તો એનો ફોકસ મુખ્યત્વે MATH અને SCIENCE પર હોય છે અને જ્યારે ENGLISH અને ગુજરાતી પર ફોકસ ઓછો રહે છે . જ્યારે BA ના વિધ્યાર્થીનો ફોકસ બાકીના વિષયો પર રહે છે. અને મૂખ્યત્વે GK અને CURRENT AFFAIRની તૈયારી આખરી ૧૦-૧૫ દિવસમાં જ કરવામાં આવે છે અને આજ પેટર્ન દર વર્ષે અનુસરે છે જેથી તૈયારીમાં કોઈ વૃદ્ધિ થતી નથી અને દર વર્ષે થોડા માર્કસથી વિધ્યાર્થી રહી જાય છે .

  • પ્રેક્ટિસ ટેસ્ટનો ઉપયોગ તમારી ઉપરની ઉણપ દૂર કરવા કઇ રીતે કરશો ???

        સૌપ્રથમ બધા વિષયોની એક એક વાર સરખી રીતે તૈયારી કરી લો , GK અને CURRENT AFFAIRS ની તૈયારી પણ નિયમિત રીતે કરો .એક વાર સરખી રીતે તૈયારી કર્યા પછી MOCK ટેસ્ટ ની પ્રેક્ટિસ કરો . સામાન્ય રીતે MOCK ટેસ્ટ ની પ્રેક્ટિસ વિધ્યાર્થી પોતની તૈયારી ચકાસવા કરે છે નહીં કે તૈયારી માં વધારો કરવાં, ઉદા. ૨૦૦ માર્કની MOCK ટેસ્ટ આપી અને ૬૦ માર્કસ આવ્યા પછી બીજી MOCK ટેસ્ટ આપશે અને વિચારશે કે બીજી MOCK ટેસ્ટ માં વધુ માર્કસ આવે. આ રીતે MOCK ટેસ્ટ આપવાથી તમારાં જ્ઞાન / તૈયારીનું ટેસ્ટિંગ થાય છે નહીં કે એમાં વધરો .

  • MOCK ટેસ્ટ આપવાની સાચી રીત ..

              ૨૦૦ માર્કસની MOCK ટેસ્ટ માં ૬૦ માર્કસ આવ્યા પછી પ્રથમ સ્ટેપ એક વખત આન્સર કી ચેક કરી લો  અને જોઈ લો કે કયા કયા વિષય/ટોપિક માં તમારાં સારા માર્કસ નથી આવ્યા . એ બધા ટોપિક/ વિષય એકમાં નોંધ કરી લો. એ બધા વિષય/ટોપિકની ફરી એક વાર ફરી તૈયારી કરી લો . આ તૈયારી કરતાં ૧ દિવસ થાય કે ૧૦ દિવસ કે ૧૫ દિવસ પણ બીજી MOCK ટેસ્ટ આ તૈયારી કર્યા પછી જ આપો. મને વિશ્વષ છે કે બીજી મોક ટેસ્ટ માં તમારાં માર્કસમાં વધારો થશે જ અને પછી તમે ન આવડતા ટોપિક/ વિષય સોધશો તો તમને પ્રથમ MOCK ટેસ્ટ કરતાં ઘણા ઓછા થઈ જશે . આમ દરેક મોક ટેસ્ટ સાથે તમારા માર્કસ અને તૈયારી બંને માં વધારો થશે અને એ તમને તમારી કોઈ પણ પરીક્ષામાં ચોક્કસ સફળતા આપવશે..

 

-OMEGA-ONE… (સંસ્થાપક)